“Life” (જિંદગી)
બે ઘડી નો મોહતાજ છે જિંદગી
જો ખુશમિજાજ રહો તો ખુશ્બુ છે જિંદગી
જો આત્મવિશ્વાસ હોય તો સફળતા છે જિંદગી
જો નિડરતા હોય તો નવું સાહસ છે જિંદગી
જો ઉધમ હોય તો વિપુલ સમૃદ્ધિ છે જિંદગી
જો તર્ક – વિતર્ક હોય તો નવસર્જન છે જિંદગી
જો સજાવટ હોય તો એક શૃંગાર છે જિંદગી
આમ, તેને સજાવી દઇશું તો સાચે જ સ્વર્ગ છે જિંદગી