૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – અસારવા કેમ્પસ
સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત અસારવા વિદ્યાલય અને શાંતિકુમાર કોઠારી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અસારવાના અગ્રણિ નાગરીક અને શાળાના પૂર્વ વિદ્યાર્થી શ્રી ગુમાનશિંહ રાજપૂત ના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૭૫ વર્ષના અમૃતપર્વની ઉજવણી ના ભાગરૂપે ભારતના તમામ ક્ષેત્રમાં પ્રગતિનો દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યામંડળના મંત્રીશ્રી, જ્યોતીન્દ્રભાઇ દવે, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










