વિજ્ઞાન – ગણિત મેળામાં બેવડી જીત
જે. એન. બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને GCERT, DIET અને DEO ના ઉપક્રમે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જય સોમનાથ શાળા મણિનગરમાં યોજાઈ ગયેલા ૭માં સ્તરના શાળા વિકાસ સંકુલ વિજ્ઞાન તથા ગણિત મેળામાં બેવડી સફળતા મળી. શ્રી કલ્પેશભાઇ પટેલના માર્ગ દર્શન હેઠળ ધોરણ-૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ના સચી ગજ્જર તથા ઉપેશા ભાવસારને વિભાગ -૪ ( વાહન-વ્યવહાર તથા પ્રત્યાયન)માં પ્રથમ સ્થાન મળ્યું જયારે શ્રી હેમરાજભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ના પાયલ પ્રજાપતિ તથા નિરાલી પટેલને વિભાગ-૫ (ગણિત મોડલીંગ)માં પ્રથમ સ્થાન મળ્યું. બન્ને ટીમ હવે તારીખ ૩ થી ૫ ઓક્ટોબર ૨૦૧૭ દરમ્યાન યોજાનાર જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરી રહી છે. વિજેતા વિદ્યાર્થી તથા તેમના શિક્ષકને શાળા તથા વિદ્યા મંડળ તરફથી ખૂબ અભિનંદન તથા આવનાર સ્પર્ધા માટે શુભેચ્છા.