રમતોત્સવ સરસ્વતી કુમાર શાળા નં – ૧

 

અમારી શાળા સરસ્વતી કુમાર શાળા નં-૧ માં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ તા.૬ , ૭ , ૮ ફ્રેબુઆરી ૨૦૧૯ એ યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિગત રમતમાં શ્રેણી ૬ , ૭ , ૮ નાં ૪૩૨ વિદ્યાર્થીઓએ અને સાંધિક રમતમાં કુલ ૪૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

તા. ૦૬/૦૨/૨૦૧૯ ને બુધવારે રમતોત્સવ શરૂ થયો, તે દિવસે મહેમાનશ્રી માઇકલભાઇ પોલ , જ્યોતિન્દ્રભાઇ દવે , સજુભા ઝાલા તથા બધી જ શાળાના આચાર્યશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.  આ પ્રસંગે મહેમાનશ્રી અને વડીલો એ જ્યોત પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ રમતવીરોએ પરેડ કરી તેમજ વિદ્યાર્થીઓએ લેઝિમ , મગદળ , ડમ્બેલ્સ , વોન્ટ , જીમ્નાસ્ટિકનાં દાવ – કરતબો દર્શાવ્યા. વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ દુપ¤a ડાન્સ કરી સૌનું મનોરંજન કર્યું હતું. મહેમાનશ્રી એ શાળાનો ધ્વજ ફરકાવ્યો હતો અને રમતવીરોને સુંદર  વક્તવ્ય દ્વારા પ્રોત્સાહિત કર્યાં. ત્યારબાદ રમતોત્સવ મહેમાનશ્રી દ્વારા ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. અને રમતવીરોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ રમતોત્સવ અંતર્ગત દોડ , હર્ડલ્સ, ઊંચી કૂદ , ગોળા ફેંક , ત્રિપગીદોડ , લાંબીકૂદ , ઝડપીચાલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું , તેમજ સાંધિક રમતમાં ખોખો , રસ્સાખેંચ , દડામાર જેવી રમતનું આયોજન કરવામાં આવેલ.

તા.૦૮/૦૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ મંત્રીશ્રી જ્યોતિન્દ્રભાઇ દવે તેમજ સંજયભાઇ ઉપાધ્યાય રમતોત્સવનાં સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમના હસ્તે કેરિયર ગ્રુપ દ્વારા  મળેલા પારિતોષિકો અને શાળા તરફથી મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી રમતવીરોને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ રમતોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રમ્તોત્સવમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રમતોત્સવની મજા માણી હતી.

 

Best Players Who got more than three medals

૧. અંસારી જુલાયા મો. અનસ અશફાકહુસેન  ધોરણ : ૮   લાંબી કૂદ – પ્રથમ, ઊંચી કૂદ – પ્રથમ , ૨૦૦ મીટર દોડ – તૃતીય , ગોળાફેંક – તૃતીય.

૨. પરમાર ચિરાગ ગિરીશભાઇ            ધોરણ : ૭  ઊંચી કૂદ – પ્રથમ , હર્ડલ્સ – તૃતીય , ગોળાફેંક – દ્રિતીય , ૧૦૦ મીટર દોડ – દ્રિતીય.

૩. શેખ કાશિફાઅંજુમ ઇકબાલએહમ્દ      ધોરણ : ૭  હર્ડલ્સ – તૃતીય , ૧૦૦ મીટર દોડ – પ્રથમ , ઊંચી કૂદ – પ્રથમ , લાંબી કૂદ – તૃતીય.

૪. શેખ સરહાનહુસેન મો.સલીમહુસેન       ધોરણ : ૮ લાંબી કૂદ – તૃતીય , હર્ડલ્સ – દ્રિતીય , ૨૦૦ મીટર દોડ – દ્રિતીય.

૫. સોલંકી જાગૃતિ પ્રતાપસિંહ             ધોરણ : ૮  હર્ડલ્સ – પ્રથમ  , ઊંચી કૂદ – પ્રથમ , લાંબી કૂદ – દ્રિતીય.

૬. અંસારી મો.સામી રઇસઅહેમદ          ધોરણ : ૭  ૧૦૦ મીટર દોડ – તૃતીય , હર્ડલ્સ – પ્રથમ  , ઊંચી કૂદ – તૃતીય.