સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી. પ્રાર્થના શ્રી તરૂબેન તથા સંગીતવૃંદ દ્રારા રજૂ કરવામાં આવી. જેના શબ્દો હતા …’માં સરસ્વતી શારદે’.
પ્રાર્થના બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો.

૧૫ મી ઑગસ્ટ:- ૭૨ મો સ્વાતંત્ર્ય દિન

૧૫ મી ઑગસ્ટ વિશે શ્રી જીગીશાબેને બાળકોને માહિતગાર કર્યા. ત્યારબાદ શાળાના બાળકો દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી. તથા ‘વંદેમાતરમ’, ‘ઝંડાગીત’ અને રાષ્ટ્રગીત ગાઇ ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી તરુબેન, પ્રવિણભાઈ તથા સરોજબેને દેશભકિત નાં સરસ ગીતો રજૂ કર્યા. તથા દેશભકિત દર્શાવતા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.

આપણો સામાજીક તહેવાર : રક્ષાબંધન

શ્રી ગાયત્રીબેને આપણા બાળકોને રક્ષાબંધન નું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ આપણી શાળા ના ઉપાસનાખંડમાં સ.કુ.શાળા-૨ તથા બાળવિહારના બાળકોએ રક્ષાબંધન દિન ની ઉજવણી કરી તથા શ્રી તરુબેન તથા સંગીત મંડળી એ ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ ના પ્રતિક સમુ સુંદર ગીત રજૂ કર્યુ. જેના શબ્દો હતા. ‘શ્રાવણ સુદી પૂનમ’ અને ‘રક્ષાબંધન આજ.’

આમ, બાળકો એ રક્ષાબંધન તથા ૧૫ મી ઑગસ્ટની ઉજવણી કર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાંઆવી .

કાર્યભાર સંભાળનાર(ઉદગોસક) :- શ્રી સરોજબેન