ગુજરાતી માધ્યમ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના હેતુ સહ, અમદાવાદ યુનિવર્સિટી તથા નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક પાયલોટ પ્રોજેક્ટ, “માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” (MGUA) શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતની આશરે 38 સ્કૂલને આવરી લેતા આ પ્રોજેક્ટનું ધ્યેય ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં શ્રેણી -6,7 તથા 8 ના વિદ્યાર્થીમિત્રોને અંગ્રેજી ભાષા સઘન રીતે, રુચિકર પદ્ધતિથી શીખવવાનું છે. ત્રણ વર્ષના MGUA પ્રોજેક્ટના […]