સરસ્વતી કુમારશાળા-૧નો રમતોત્સવ

 

સરસ્વતી કુમારશાળા-૧નો વર્ષ ૨૦૧૭-૧૮નો વાર્ષિક રમતોત્સવ  ગઇ તારીખ ૧૫ ડિસેમ્બરે યોજાયો હતો.

રમતોત્સવના  મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કક્ષાના કબડ્ડી ખેલાડી, સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાતમાં રેફરી, સ્કાઉટ-માસ્ટર તથા બીજી અનેક રીતે રમત-ગમત સાથે સંકળાયેલ એવા શ્રી બાબુભાઈ સોલંકી હતા. તેમની સાથે વિદ્યા મંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈએ તથા સરસ્વતી કુમારશાળા-૨ના આચાર્યા શ્રી મીતાબેને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રમતોત્સવની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઇ હતી. વિવિધ રમતમાં શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડી તથા ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.