સુવિધા
સરસ્વતી વિદ્યામંડળની પ્રવૃત્તિ અમદાવાદ શહેરના ત્રણ કેમ્પસમાં ચાલે છે, એક સરસપુરમાં તથા બે અસારવામાં. આ ત્રણે કેમ્પસ વિદ્યાર્થીઓને સર્વ-ગ્રાહી શિક્ષણ આપવા માટે જરૂરી તેવી બધી સુવિધા વડે સજ્જ છે. અસારવાના બન્ને કેમ્પસ એકમેકની નજીક હોવાના કારણે તેઓ ઘણી સુવિધા અરસપરસ વાપરી શકે છે.
વર્ગ-ખંડ તથા રમતના મેદાન
વિદ્યામંડળનું સૌથી માટું કેમ્પસ સરસપુરમાં છે. આ કેમ્પસમાં ચાલતી શાળાના વિદ્યાર્થીની સગવડ માટે કેમ્પસમાં ૩૬ વર્ગ-ખંડ છે. અસારવાના મોટા કેમ્પસમાં ૨૪ તથા નાના કેમ્પસમાં ૧૨ વર્ગ-ખંડ છે. આ ઉપરાંત દરેક કેમ્પસમાં આચાર્ય, શિક્ષકગણ તથા બાકીના કર્મચારી માટે કાર્યાલયની જગ્યા છે.
શહેરના ગીચ વિસ્તારમાં સ્થિત હોવા છતાં સરસપુર તથા અસારવાના મોટા કેમ્પસમાં વ્યાયામ તથા રમતગમત માટે વિશાળ ખુલ્લી જગા છે. સરસપુરમાં મેદાનનું ક્ષેત્રફળ લગભગ ૨,૦૦૦ વર્ગ મીટર તથા અસારવામાં ૧,૩૦૦ વર્ગ મીટર છે. મંડળની બધી શાળા માટે રમતગમત તથા વ્યાયામના બધા જ સાધન ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરસપુર કેમ્પસમાં એક નાનું શું જીમ્નેશીયમ પણ છે.
પ્રયોગશાળા
મંડળના ત્રણેય કેમ્પસમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા જીવ-વિજ્ઞાનના પ્રયોગ માટે જરૂરી તમામ સાધન તથા ઉપકરણ વડે સુસજ્જ પ્રયોગશાળા છે. ઉપરાંત ત્રણે કેમ્પસમાં વિદ્યાર્થીને પ્રાયોગિક સમજ તથા કમ્પ્યૂટરના ઉપયોગ શિખવવા માટે આધુનિક કમ્પ્યૂટર પ્રયોગશાળા છે. સરસપુર કેમ્પસમાં ત્રણ વિજ્ઞાન તથા બે કમ્પ્યૂટર પ્રયોગશાળા, જ્યારે અસારવાના બન્ને કેમ્પસમાં વિજ્ઞાન તથા કમ્પ્યૂટરની એક-એક પ્રયોગશાળા છે.
બીજી સુવિધા
વર્ગ-ખંડ, મેદાન તથા પ્રયોગશાળા ઉપરાંત અમારા મંડળ પાસે સરસપુર તથા અસારવા તેમ બેઉ જગા એ ઘણા પુસ્તકો સાથેના પુસ્તકાલયો છે. લલિતકલા પ્રત્યેના અમારા ભાવને અનુરૂપ સરસપુર કેમ્પસમાં અમે સંગીત, નૃત્ય તથા ચિત્રકલા માટે બધા જ સાધનથી સજ્જ એક અલગ ખંડ બનાવ્યો છે. સરસપુર કેમ્પસમાં જ દૃશ્ય-શ્રાવ્ય સાધન વડે સુસજ્જ તેવું નાનું સરખું સભાગૃહ પણ છે. જ્યારે અસારવા કેમ્પસમાં એક વિશાળ સભાગૃહ બનાવ્યું છે.