સંચાલન માળખું
સરસ્વતી વિદ્યામંડળ Bombay Public Trust Act 1950 નીચે સ્થાપિત થયેલ એક જાહેર ટ્રસ્ટ છે. તેનો નોંધણી ક્રમાંક E-77 છે.
સરસ્વતી વિદ્યામંડળની સર્વોચ્ચ સત્તા તેનું ટ્રસ્ટી મંડળ છે. હાલમાં બોર્ડમાં નીચે જણાવ્યા મુજબ સાત ટ્રસ્ટી કાર્યરત છે.
શ્રીમતી જશીબેન નાયક (પ્રમુખ) : સંસ્થાના સહ-સંસ્થાપક. અસારવા વિદ્યાલયના પ્રથમ આચાર્યા. પ્રખર શિક્ષણશાસ્ત્રી. અનેક પુસ્તકના લેખક. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત. અમારા સંગીત તથા નાટ્ય વૃંદના પ્રેરક તથા મુખ્ય પ્રોત્સાહક.
જસ્ટીસ શ્રી રવિ ત્રિપાઠી (ચેરમેન) : પૂર્વ વિદ્યાર્થી, નિવૃત્ત ન્યાયમૂર્તી, ગુજરાત હાઇકોર્ટ. હાલમાં ચેરમેન, માનવ અધિકાર પંચ (ગુજરાત)
શ્રી જ્યોતીન્દ્ર દવે (મંત્રી) : પૂર્વ વિદ્યાર્થી. બેન્કના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી
શ્રી સજુભા ઝાલા (સહ-મંત્રી) : પૂર્વ વિદ્યાર્થી તથા શિક્ષક.
શ્રી બીરેનભાઈ પરિખ (ટ્રસ્ટી) : ઉદ્યોગપતિ, પૂર્વ ઉપપ્રમુખ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ.
શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ (ટ્રસ્ટી) : મંત્રી, સરસપુર સેવા ટ્રસ્ટ તથા મણીબેન આંખની હોસ્પિટલ. સામજિક કાર્યકર. સરસપુરના અગ્રણી નાગરિક તથા વેપારી.
શ્રી રાજેન્દ્ર દવે (ટ્રસ્ટી) : પૂર્વ વિદ્યાર્થી, નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, ભારતીય અંતરિક્ષ સંસ્થા.
શિક્ષણ, વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, ઇજનેરી તથા વાણિજ્ય જેવા વિવિધ ક્ષેત્ર માં વિશાળ અનુભવ ધરાવતા નવ સભ્યોનું સંચાલન મંડળ સંસ્થાના સંચાલનમાં ટ્રસ્ટની મદદ કરે છે. સંચાલન મંડળના ચાર સભ્ય વિદ્યામંડળના પૂર્વ વિદ્યાર્થી છે.
સંચાલન મંડળના સભ્યો
૧. શ્રી મૃદુલાબેન ત્રિવેદી : વૈજ્ઞાનિક. રિસર્ચ-ફેલો, ટાટા કેન્સર રિસર્ચ સેન્ટર.
૨. શ્રી વિષ્ણુભાઈ પટેલ : પૂર્વ વિદ્યાર્થી. નિવૃત્ત અધીક્ષક ઈજનેર, ગુજરાત સરકાર.
૩. શ્રી રમણભાઈ પટેલ : પૂર્વ વિદ્યાર્થી. નિવૃત્ત અધીક્ષક ઈજનેર, ગુજરાત સરકાર.
૪. શ્રી જયેન્દ્રભાઈ શાહ : ચાર્ટડ એકોઉન્ટંટ.
૫. ડૉ. પ્રશાંત નાયક : પૂર્વ વિદ્યાર્થી, ઑર્થોપીડિક સર્જન.
૬. શ્રી ઈરાબેન ઘોષ : તજજ્ઞ, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ.
૭. ડૉ. મનસુખભાઈ પટેલ : હેડ-ઑફ-ડીપાર્ટમેન્ટ, જનરલ સર્જરી, શારદાબેન જનરલ હોસ્પિટલ.
૮. શ્રી ભાવિક પટેલ:- પૂર્વ મંત્રી, ઘરશાળા, ભાવનગર. ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટેની ગ્રાહક-સંભાળ અને વેચાણ પછીની સેવામાં સક્રીય વેપારી.
૯. શ્રી ગણેશભાઈ ચૌહાણ :- પૂર્વ વિદ્યાર્થી. નિવૃત્ત ડેપ્યુટી જનરલ મેનેજર, બેન્ક ઓફ ઇન્ડિયા. બેન્કીંગ અને નાણાકીય ક્ષેત્રમાં ફ્રીલાન્સ ટ્રેનર. લાયન્સ ક્લબના સક્રિય સભ્ય.
સંસ્થાના સંચાલનમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓનું નોંધપાત્ર યોગદાન સંસ્થાના સંચાલન માળખાનું આગવું પાસું છે. સૂચક છે કે સંસ્થાના રોજિંદા વહીવટ માટેના બન્ને ચાવી-રૂપ પદ – ટ્રસ્ટના મંત્રી તથા સહમંત્રી હાલમાં પૂર્વ વિદ્યાર્થી સંભાળી રહ્યા છે, જેમનો સંસ્થાપક સાથે કોઈપણ કૌટુંબિક સંબંધ નથી. સંચાલનનું આ પાસું સંસ્થાના નિસ્વાર્થ સેવા તથા સમર્પણની ભાવનાના માર્ગદર્શક સિદ્ધાંતની પરખ છે. ટ્રસ્ટ તથા સંચાલન મંડળના બધા સભ્ય સંસ્થાને સંપૂર્ણ રીતે માનદ્ સેવા આપે છે. તેઓ સંસ્થામાંથી કોઇ મહેનતાણું મેળવતા નથી.
સંસ્થાની સંપૂર્ણ રીતે સમર્પિત તેવી સમાજ સેવાને ધ્યાનમાં લઈ ને ભારત સરકારે સંસ્થાને મળતા બધા જ દાન ને આવક-વેરા કાયદાની કલમ 80G નીચે કર-મુક્ત જાહેર કરેલ છે.
સરસ્વતી વિદ્યામંડળની દરેક શાળા પોતાના આચાર્યની દેખરેખ હેઠળ કાર્ય કરે છે.