જે એન બાલિકા વિદ્યાલયનો વિનીત વિદાય સમારંભ

 

 

જે એન બાલિકા વિદ્યાલયે પોતાના વર્ગ-૧૨ના વિદ્યાર્થીઓને તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વિનીત વિદાય સમારંભ યોજી વિદાય આપી. સમારંભમાં લગભગ ૧૩૫ વિદ્યાર્થીએ ભાગ લીધો.

સમારંભનાં મુખ્ય અતિથિ અમદાવાદ શહેરનાં જીલ્લા શિક્ષણ અધિકારી  શ્રી નવનીતભાઇ મહેતા હતાં. તેઓ શ્રીએ પોતાના પ્રાસંગિક  પ્રવર્ચનમાં વિદાય લેતી બાલિકાઓને વિશ્વાસ આપ્યો કે આજના યુગમાં સ્ત્રી માટે દરેક ક્ષેત્રનાં દ્વાર ખુલ્લાં છે અને સ્ત્રી ધારે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે તેના માટે દરેક જગાએ તક રાહ જુએ છે.

શાળાનાં શિક્ષકગણ, આચાર્યશ્રી, વિદ્યામંડળની બીજી શાળાના આચાર્યશ્રી તથા મંડળના મંત્રી તરફથી વિદાય લેતાં વિદ્યાર્થીને શુભેચ્છા તથા આશીર્વાદ પાઠવવામાં આવ્યાં હતાં. બીજી તરફ સરસ્વતી નાગરિક સમાજે તેના નવા સભ્યોને આવકાર્યા હતાં.

સમારંભના અંતમાં વિદાય લેતી બાલિકાઓએ ભારતના નકશાની આસપાસ દીપમાળ પ્રગટાવી શપથ લીધા હતાં.