અમારી પ્રવૃત્તિ

સરસ્વતી વિદ્યામંડળની પ્રવૃત્તિ અમદાવાદ શહેરના ત્રણ કેમ્પસમાં ચાલે છે, એક સરસપુરમાં, તથા બે અસારવામાં. સરસ્વતી વિદ્યામંડળ દ્વારા સંચાલિત શાળા પૂર્વ પ્રાથમિકથી શરૂ કરી પ્રાથમિક, માધ્યમિક તથા  ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીના બધા જ સ્તરે શિક્ષણ આપે છે. વહીવટી સરળતા, સરકારી નિયમો તથા દાતાશ્રીની શરતો ને અનુરૂપ, મંડળની શૈક્ષણિક પ્રવૃત્તિ  સાત ઉપ-સંસ્થામાં નીચે મુજબ વહેંચાયેલ છે.

૧. શેઠ અચરતલાલ હરિલાલ સરસ્વતી વિદ્યાલય : સરસપુર કેમ્પસમાં કાર્યરત ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ ૯થી ૧૨),  માત્ર કિશોરો માટે

૨. શ્રીમતી જાસુદબેન નગિનદાસ બાલિકા વિદ્યાલય :  સરસપુર કેમ્પસમાં કાર્યરત ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ ૯થી ૧૨) માત્ર કિશોરી માટે

. અસારવા વિદ્યાલય: અસારવા કેમ્પસ-૧માં કાર્યરત સહશિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ ૯થી ૧૨)

૪.  સરસ્વતી કુમારશાળા-૧  :  સરસપુર કેમ્પસમાં કાર્યરત સહશિક્ષણ, પ્રાથમિક શાળા (ધોરણ ૬થી ૮)

૫.  સરસ્વતી કુમારશાળા-૨  :  સરસપુર કેમ્પસમાં કાર્યરત સહશિક્ષણ, પ્રાથમિક શાળા (ધોરણ ૧થી ૫)

૬.  બાલભારતી  :  અસારવા કેમ્પસ-૨માં કાર્યરત સહશિક્ષણ, પ્રાથમિક શાળા (ધોરણ ૧થી ૮). શાળાના નવા મકાનના દાતાશ્રીની સ્મૃતિમાં શાળાનું નવું નામ શ્રી શાંતિકુમાર કોઠારી વિદ્યાલય રાખવામાં આવ્યું છે.

૭.  બાલવિહાર  :  સરસપુર તથા અસારવા  કેમ્પસમાં કાર્યરત સહશિક્ષણ, પૂર્વ-પ્રાથમિક શાળા.

આ સાત શાળામાં કૂલ મળીને લગભગ ૫,૦૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. મંડળની દરેક શાળામાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા ગુજરાતી છે. સાથે-સાથે અમારો પ્રયાસ વિદ્યાર્થી ઓ ને અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ  નિપુણ બનાવવાનો છે.

શાળાના ઔપચારિક શિક્ષણ ઉપરાંત મંડળનો એક અનન્ય પ્રયાસ સમાજના નબળાં વર્ગના બાળકોને સંગીત, નાટ્ય તથા ચિત્ર જેવી લલિત-કલામાં રસ દાખવતાં કરવાનો છે. આ હેતુસર મંડળ દ્વારા એક લલિત-કલા તાલીમ કેન્દ્રની સ્થાપના તેના સરસપુર કેમ્પસમાં કરવામાં આવી છે.  આ સિવાય અમદાવાદની ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સરસ્વતી વિદ્યામંડળના સહયોગમાં પોતાના ડિપ્લોમા કક્ષાના વર્ગ ચલાવવા તથા પરીક્ષા લેવા માટે મંડળની કમ્પ્યૂટર  પ્રયોગશાળાનો ઉપયોગ કરે છે.