કલગીમાં વધુ એક પીંછું!
આપણા સંગીત વૃંદની એક વધુ ઉપલબ્ધી!
ગઇ તારીખ ૮ ઓગસ્ટ તથા ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૭, રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદમાં યોજાઇ ગયો. ગુજરાત સરકારના રમતગત, યુવા સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જે. એન. બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ એ સોલો ગીત, સમૂહ ગાન તથા સુગમ સંગીત પ્રતિયોગિતામાં ભાગ લીધો.

કુ. અર્પિતા પરમાર- પ્રથમ સ્થાન
શાળાની કુમારી અર્પિતા પરમારે સોલો ગીત કક્ષામાં પ્રથમ સ્થાન મેળવી તથા શાળાના ગાયક વૃંદે સમૂહ-ગાન કક્ષામાં દ્વિતીય સ્થાન મેળવી શાળા તથા સરસ્વતી વિદ્યામંડળનું ગૌરવ વધાર્યું. આ વિદ્યાર્થિનીઓ તથા તેમને તાલીમ આપનાર શાળાના સંગીત શિક્ષક શ્રી જયંતીભાઇ નાયક તથા શ્રી બિપિનભાઇ નાયકને ખૂબ-ખૂબ અભિનંદન તથા ભવિષ્યની ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા!

ગાયક વૃંદ- દ્વિતીય સ્થાન