જે. એન. બાલિકા વિદ્યાલય જીતે છે વકતૃત્વ તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા!

 

 

 

જે. એન. બાલિકા વિદ્યાલયની બાલિકાઓ ગઇ તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ શ્રી સરદાર પટેલ સેવા સમાજ, અમદાવાદના ઉપક્રમે યોજોયેલ વકતૃત્વ તથા જ્ઞાન કૌશલ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પાંચ વ્યક્તિગત ઇનામ તથા સર્વશ્રેષ્ઠ શાળા માટેની ફરતી ટ્રોફી જીતીને સ્પર્ધા પર છવાઈ ગઈ. જે. એન. બાલિકા વિદ્યાલય તથા સરસ્વતી વિદ્યા મંડળ આ ઉપલબ્ધિ માટે ગૌરવ અનુભવે છે.

આપણા ધોરણ ૧૧ના વિદ્યાર્થી દ્રષ્ટી ઠક્કર તથા પ્રતીક્ષા પરમાર ઉચ્ચતર માધ્યમિક શ્રેણીની વકતૃત્વ સ્પર્ધામાં અનુક્રમે પહેલા તથા ચોથા સ્થાને રહ્યાં. એવી જ રીતે ધોરણ ૯ના અંજલિ પરમાર તથા અલ્ફીફા અન્સારી માધ્યમિક શ્રેણીની  વકતૃત્વ સ્પર્ધામાં અનુક્રમે પહેલા તથા ચોથા સ્થાને રહ્યાં. પ્રતીક્ષા પરમારે પોતાનું બીજું ઇનામ ઉચ્ચતર માધ્યમિક શ્રેણીની પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહીને મેળવ્યું.

વિજેતા વિદ્યાર્થી તથા તેમના શિક્ષક શ્રી વનિતાબેન વાછાણીને ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં સફળતા માટે શુભેચ્છા.