અર્પિતાની વિજય કૂચ

 

જે. એન. બાલિકા વિદ્યાલયની ધોરણ ૧૧ની વિદ્યાર્થી અર્પિતા પરમારે પોતાની વિજય કૂચ ચાલુ રાખી છે. ગયા ઓગસ્ટની ૧૩મી તારીખે જીલ્લા કક્ષાના કલા મહા-કુંભની સોલો-ગીત સ્પર્ધા જીત્યા બાદ અર્પિતાએ પિરાણા ખાતે ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ યોજાયેલ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પણ સોલો-ગીત વિભાગમાં  પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજય પછી અર્પિતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચી ગઇ છે. અર્પિતાના આ વિજય માટે  તેની શાળા તથા વિદ્યા મંડળ ગૌરવ અનુભવે છે. અર્પિતા તથા તેના શિક્ષક શ્રી જયંતીભાઇ નાયકને ખૂબ-ખૂબ અભિનંદન તથા આવનાર સ્પર્ધા માટે શુભેચ્છા!