જે. એન. બાલિકા વિદ્યાલયની અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી
ગુજરાત સરકારે સરસ્વતી વિદ્યા મંડળની શાળા જે. એન. બાલિકા વિદ્યાલયની પસંદગી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટે અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે કરી છે. આ અંગેનું પ્રમાણપત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના પારિતોષિક સાથે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીતભાઇ મહેતાએ વિદ્યા મંડળના મંત્રી શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે તથા આચાર્ય શ્રી હેતલબેન શાસ્ત્રીને અમદાવાદ જીલ્લા શિક્ષણ કાર્યાલયમાં યોજાયેલ સમારંભમાં તારીખ ૨૮-૧૧-૨૦૧૭ના રોજ અર્પણ કર્યું હતું.
આ પુરસ્કાર એક ગૌરવપૂર્ણ સન્માન ઉપરાંત સંચાલન મંડળ તથા જે. એન બાલિકા વિદ્યાલયના અચાર્ય, શિક્ષકગણ તથા કર્મચારી ભાઇ-બેનની સર્વાંગ રીતે સમર્પિત સેવાની સ્વીકૃતિ છે. સરસ્વતી વિદ્યા મંડળની બધી શાળા માટે આ પુરસ્કાર પ્રેરક બની રહેશે.
જે. એન. બાલિકા વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ, કર્મચારી, વિદ્યાર્થી તથા સમગ્ર સરસ્વતી વિદ્યા મંડળ પરિવારને આ ઉપલબ્ધિ માટે ખૂબ-ખૂબ અભિનંદન.